પિતા સાથે કામ કરવાની તક મળવા બદલ ખૂબ ઉત્તેજિતઃ સોનમ કપૂર

0
2368

 

 

અભિનેત્રી સોનમ કપૂર કહે છે કે પિતા અનિલ કપૂર સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળશે તે માટે હું ખૂબ જ ઉત્તેજિત છું.
અનિલ કપૂર અને સોનમ કપૂર આગામી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં કામ કરી રહ્યાં છે. વિધુ વિનોદ ચોપરાની બહેન શૈલી ચોપરા આ ફિલ્મનું આયોજન કરી રહી છે.

સોનમે ઇન્સ્ટાગ્રામ પર પિતાની સાથેની તસવીર શેર કરતાં કહ્યું કે મને બોલીવુડમાં દસ વર્ષ થઈ ગયાં, આ ફિલ્મમાં હું પહેલી વાર મારા પિતા સાથે ચમકીશ. આ મારા માટે પ્રથમ તક છે. ફિ્લ્મ ક્યારે ફલોર પર જશે તેની મને ઉત્સુકતા છે.
યોગાનુયોગ ‘ફિલ્મ 1942ઃ અ લવ સ્ટોરી’ના હિટ ગીત ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ પરથી જ ફિલ્મનું ટાઇટલ રાખવામાં આવ્યું છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)