પાસપોર્ટ બનાવવા માટેના નિયમોમાં ફેરફાર કરવાનો વિદેશમંત્રી સુષમા સ્વરાજનો નિર્ણય

0
735

કેટલાક પરિણીત યુગલોનું ઉદાહરણ આપીને વિદેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું હતું કે, તેમને કેટલાક વિવાહિત યુગલોએ  ફરિયાદ કરી હતી કે, પરિણીત વ્યક્તિ પાસપોર્ટ બનાવવા માટે જાય ત્યારે વહીવટીતંત્ર તેમની પાસે લગ્નનું પ્રમાણપત્ર માગે છે. કેટલીક તલાકશુદા  મહિલાઓએ પણ વિદેશમંત્રી સુષમા સ્વરાજને ફરિયાદ કરી હતી કે, તેમની પાસેથી પાસપોર્ટ ઓફિસનું તંત્ર તેમના ભૂતપૂર્વ પતિ કે સંતાનોની માહિતી ફોર્મમાં ભરવાનું કહે છે તે યોગ્ય નથી. આ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ફેરફાર કરાઈ રહયા છે. પાસપોર્ટ બનાવવાના નિયમોને વધુ સરળ અનવે હળવા બનાવવામાં આવી રહ્યાનું વિદેશમંત્રી સુષમા સ્વરાજે જણાવ્યું હતું.

સુષમા સ્વારાજે વધુમાંં જણાવ્યું હતું કે, આમ નાગરિક સરળતાથી પાસપોર્ટ માટે અરજી કરી શકે અનો પાસપોર્ટ મેળવી શકે એ માટેના નિયમોને સરળ બનાવવામાં આવી રહ્યા છે. પાસપોર્ટ બનાવવા માટે પહેલા જન્મનું પ્રમાણપત્ર ( બર્થ સર્ટિફિકેટ) માગવામાં આવતું હતું. હવે વ્યક્તિ આધારકાર્ડ. ડ્રાઈવિંગ લાઈસન્સ કે સરકાર દ્વારા અધિકૃત કોઈ પરિપત્ર પર છપાયેલી જન્મતારીખને માન્ય ગણવામાં આવશે.