પાવાગઢમાં પ્રધાનમંત્રીઍ ધજા ફરકાવી ૧૨૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

 

પંચમહાલઃ ગુજરાતના પ્રવાસે આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીઍ યાત્રાધામ પાવાગઢમાં ૧૨૫ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેઓઍ વર્ષો બાદ પુનઃ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યુ હતું અને મંદિરના શીખર ઉપર ધજા ચઢાવી હતી. તેમણે માતાના ચરણોમાં શિશ ઝૂકાવી માતા હીરા બાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી

માતાના દરબારથી સંતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીઍ કહ્ના કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મળ્યું. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. પાંચ શતાબ્દી સુધી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની વિશેષતા છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી શક્તિનુ પ્રાગટ્ય જોઈ રહ્નાં છીઍ. સદીઓ બાદ મહાકાળીનુ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના ચેલેન્જિસ હતા. તેના માટે આપણે લડ્યાં હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોઍ સદીઓથી મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરૂ થયું. પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. ઍક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. પરંપરા વર્ષોથી ચાલી આવે છે. કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ ઍવુ રખાયુ છે. પહેલા મંદિર પરિસરમાં બે ડઝન લોકો પણ પહોંચી શક્તા હતા, પરંતુ આજે ઍકસાથે ૧૦૦ લોકો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા છે. વિકાસ બાદ હવે મુસાફરોની સંખ્યા પણ વધશે. પહેલા પાવાગઢની મુસાફરી કઠિન હતી કે, લોકો જીવનમાં ઍકવાર થાય તો ધન્ય માનતા. પણ હવે લોકો સરળતાથી માતાની ચરણોમાં આવી શકે છે. આજે હુ પણ અહી પહોંચવા ટેકનોલોજી થકી રોપવેથી આવ્યો. રોપવેથી પાવાગઢની અદ્ભૂત સુંદરતાનો આનંદ મળે છે. પાવાગઢ, મા અંબા, સોમનાથ, દ્વારકેશના આર્શીવાદથી ગુજરાત ગૌરવવંતુ બન્યુ છે. આજે ગુજરાતની ઓળખ આકાશ આંબી રહી છે

પાવાગઢ મંદિરથી સુરેન્દ્રકાકાઍ કહ્ના કે, મંદિર વર્ષો જૂનુ શક્તિપીઠ છે. વર્ષે દોઢથી બે કરોડ દર્શનાર્થે આવે છે. પણ મંદિરનુ પરિસર સાંકડુ હતુ, પગથિયા જીર્ણ થઈ ગયા હતા, મંદિરને પણ જીર્ણોદ્ધારની જરૂર હતી. તેથી હવે તેનો વિકાસ કર્યો છે. યાત્રિકોને જરૂરી તમામ સુવિધા કરી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  કહ્ના કે, પાવાગઢ લાખો લોકોની આસ્થાનુ પ્રતિક છે. તેથી આજે સુવિધા યાત્રિકોની ભક્તિ વધારશે.