પાર્કિન્સન રોગ

Dr. Rajesh Verma

(ગતાંકથી ચાલુ)
પાર્કિન્સન બીમારીમાં કેટલીક ખાસ કસરતો અને આસનો તથા વ્યાયામ અને હરતાં-ફરતાં, ચાલતાં ધ્યાનમાં રાખવાની કેટલીક વાતો –
બની શકે તેટલાં લાંબાં ડગલાં ભરતાં ભરતાં ચાલવું.
જ્યારે પણ ડગલું ભરો તો એડીના બળ પર ભરવું.
ચાલતી વખતે ગળું, કરોડરજ્જુ અને પગને સીધા રાખવા.
ક્યારેક હાથ ઊંચા કરવાથી પગમાં સ્પીડ આવી જાય છે. અકડાઈ ગયેલા પગ ખૂલી જાય છે.
હાલતાં-ચાલતાં, નીચું જોતી વખતે પગની વચ્ચે 10 ઇંચનું અંતર રાખવું. તેનાથી રોગી પડતો બચી જાય છે.
ફર્શ પર ખુલ્લા પગે ચાલતાં પગ ગરમ થઈ જાય અને ફર્શ પર પગ ચોંટી જાય છે તેવું લાગે ત્યારે પહેલાં પગની આંગળીઓ ઉપર ઉઠાવવાથી માંસપેશીઓની જકડન દૂર થાય છે. અને પડી જવાનો ભય રહેતો નથી. સતત ચાલતાં રહેવાનો અભ્ચાસ કરવો જોઈએ.
ચાલતી વખતે હાથ એકદમ ખુલ્લા કરી આગળ પાછળ હલાવવાથી ચાલવામાં સુવિધા રહે છે.
બટન ખોલ-બંધ કરવું, ચમચી અથવા કટોરી ઉઠાવવી અને પથારી ઉઠાવવાનો અભ્યાસ 1પ-ર0 વાર દરોરજ કરવો. આવું કરવાથી માંસપેશીઓ શક્તિશાળી અને લચીલી બને છે. જકડન દૂર થાય છે.
સુવ્યવસ્થિત સંતુલન માટે નીચે જણાવ્યું છે તે પ્રમાણે અભ્યાસ કરવો.
પગ ફેલાવીને હાથોને નિંતબ પર રાખી, સૈનિકની જેમ કૂચ પ્રયાણ કરવાનો અભ્યાસ કરવો.
પગને પાછળ એડીના બળ પર સીધા કરીને ચાલવાનો અભ્યાસ કરવો.
પગની આજુબાજુમાં આગળ પાછળ તથા બહારની બાજુ ઉઠાવવાનો અભ્યાસ કરવો.
પગને વૃત્તાકાર આકૃતિ બનાવવાનો અભ્યાસ કરવો.
પગની વચ્ચે 10 ઇંચ દૂર હાથને બગલમાં રાખી આગળ તથા પાછળ નમાવવા.
ખુરશી પર બેસતી વખતે નીચેની વાતોનું ધ્યાન રાખવું
ખુરશી સુધી પહોંચવામાં જો પગ જામ થઈ જાય તો ખુરશીને પકડીને તેના આધારે ન બેસવું, ચાલતા હોય તે રીતે ધીમેથી ચાલીને ખુરશી સુધી પહોંચવું, ખુરશીના બન્ને હાથાને પકડી આરામથી બેસી જવું.
ખુરશી પર ધડામ લઈને અચાનક બેસવું નહિ, પરંતુ આગળની તરફ નમીને ધીરે ધીરે બેસવું.
ખુરશી પરથી ઊભા થતી વખતે આગળની તરફ નમીને ખુરશીના હાથાને પકડીને ઊભા થવું જોઈએ. જો કોઈ સહયોગી ખુરશીમાંથી ઊભા કરે તો હાથ ખેંચીને નહિ, પણ બન્ને હાથ નીચે હાથનો ટેકો આપીને ઊભા કરવા જોઈએ અથવા તો પીઠ પર સહારો આપીને ઊઠવામાં સહાયતા કરવી જોઈએ.
પથારીમાંથી ઊઠતી વખતે નીચેની વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
પથારીમાં માથા બાજુના પાયા નીચે એક ઈંટ કે લાકડું કે પથ્થરનો ટુકડો રાખવો, જેથી કરીને પથારીમાંથી બેઠા થવામાં સુવિધા રહે.
પલંગ પર પગ રાખતા હોય તે બાજુ દોરડું બાંધી રાખવું, જેથી કરીને દોરડું પકડીને ખસવામાં સુવિધા રહે. પલંગમાંથી ઊઠીને પગ નીચે લટકતા કરી, હાથના સહારે થોડા ઝટકા સાથે ઊઠવું જોઈએ.
અન્ય પ્રવૃત્તિઓથી પડતી મુશ્કેલીથી મુક્તિ મેળવવાના ઉપાયો
સીટી વગાડવી, ગીત ગાવાં, જોર જોરથી વાંચવું, કોઈ ઉચ્ચારણ કરવામાં તકલીફ પડતી હોય ત્યારે ગાલ ફુલાવી, હોઠ સીધા કે કાગડાની ચાંચની જેમ બનાવીને દાઢીને કંઠકૂપ પર રાખીને જેટલું બને તેટલું રોકી રાખવું આમ જ્યારે પણ સમય મળે ત્યારે કરતા રહેવું. ટેપરેકોર્ડરમાં પોતાની અવાજ ટેપ કરી લેવી અને તેને સાંભળવો અને જ્યાં પણ ખોટું ઉચ્ચારણ થતું હોય તે વારંવાર બોલીને ઠીક કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
ટીવી બહુ જોવુ નહિ, ટીવી જોતી વખતે ટીવીમાં સંભળાઈ રહેલા અવાજની સાથે સાથે બોલવાની કોશિશ કરવી જોઈએ. ટીવી વધારે જોવાથી ડિપ્રેશન આવે છે અને રોગની ઉગ્રતા વધે છે.
આયના સામે બેસીને કે ઊભા રહીને અંગ્રેજી કે હિન્દી કે અન્ય ભાષાના અક્ષરો વારંવાર બોલવા 1થી 100 અને 100થી 1 એમ ઊલટું બોલવું અને બોલતી વખતે ચહેરાની ગતિ હાવભાવનું નિરીક્ષણ કરવું. હલકા હાથે ચહેરાની માલિશ કરવી.
ખાતી વખતે નાના કોળિયા લેવા અને કઠોર આહાર લઈ રહ્યા હોય તેમ 30 વખત ચાવીને ખાવું, મોઢામાં ચારે બાજુ ફેરવતાં ફેરવતાં કોળિયો ઉતારવો.
પાર્કિન્સનના રોગીઓએ પ્રાકૃતિક યોગ, ચિકિત્સા, આહાર-ચિકિત્સા, વ્યાયામ ચિકિત્સા, ચુંબક એક્યુપ્રેશર વગેરે અન્ય ઓલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિનનો પ્રયોગ કોઈ વિશેષજ્ઞ અથવા ચિકિત્સાલયમાં રહીને સારી રીતે શીખી લેવું જોઈએ. જીવનશૈલીમાં કેટલાક ખાસ વ્યાયામ, આસન, પ્રાણાયામ અને સંતુલિત આહાર લેવાનો સંકલ્પ કરી જીવનશૈલી બદલવી. પાર્કિન્સનની સાથે જોડાયેલા અન્ય રોગ, જેમ કે મધુમેહ, ઉચ્ચ રક્તચાપ, હૃદયરોગ વગેરેને ધ્યાનમાં રાખીને વિશેષજ્ઞના નિર્દેશન પ્રમાણે કરવું.
છેલ્લે પાર્કિન્સનના રોગીઓએ આટલું ખાસ ધ્યાન રાખવું કે ક્યારેય પણ ખરાબ કે હીન ભાવના અને નકારાત્મક વિચારોથી ગ્રસ્ત ન થવું. જીવનની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો અને આનંદ અને આરોગ્યપૂર્વક જીવન રાખવું.
પાર્કિન્સનના અલોપેથિક ઉપચારમાં અમુક ટેબ્લેટ ફક્ત લક્ષણોને કાબૂમાં રાખે છે પણ મૂળમાંથી આ રોગને મટાડી શકતી નથી, જ્યારે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં લાંબા ગાળે રોગ મૂળમાંથી મટવાના ઉપાયો છે. પંચકર્મ અને ઔષધ ચિકિત્સા દ્વારા ઘણા દર્દીઓ આ રોગમાંથી મુક્ત થઈ શકયાં છે.