પારિવારિક કલહને કારણે ભૈય્યુજી મહારાજે આત્મહત્યા કરી

0
755
IANS

આદ્યાતિમક ગુરુ ભૈય્યુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી  લીધી હોવાના આધારભૂત સમાચાર પ્રાપ્ત થયા હતા. તેઓ મધ્યપ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય હતા,જોકે તેમની હત્યાનું સાચું  કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. તેમને ઈન્દોરની હોસિ્પટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની હતા. તેમના અનેક અનુયાયીઓ હતા. આદ્યાત્મિક ગુરુ હોવાની સાથે સાથે તેઓ મધ્યપ્રદેશના રાજકારણમાં પણ વગ ધરાવતા  હતા. સ્થાનિક રાજકારણમાં તેમની ગણના મોભાદાર નેતા તરીકે થતી હતી. થોડાક વરસ પહેલાં જ તેમણે બીજવાર લગ્ન કર્યા હતા. ભાજપના અનેક આગેવાનો સાથે તેમનો ઘરોબો હતો. મધ્યપ્રદેશની ભાજપ સરકાર દ્વારા સન્માનરૂપે તેમને કેબિનેટ મંત્રીનો દરજજો અાપવામાં આવ્યો હતો. તેઓ પ્રભાવશાળી વક્તા પણ હતા. તેમણે મોડેલ તરીકે પણ કામ કર્યું હતું.