પાન- ગુટકા, ચ્યુંઈંગ ગમના ઉત્પાદન અને એના વેચાણ પર ભારત સરકાર પ્રતિબંધ મૂકશે- ટૂંક સમયમાં એની ઘોષણા …

 

      ભારત સરકાર દેશમાં થતા પાન- મસાલા, ગુટકા તેમજ ચ્યુઈંગમના ઉપયોગથી અતિ નારાજ છે. આ બધી વસ્તુએ તંદુરસ્તી માટે અતિ હાનિકારક હોવાનું કેન્દ્ર સરકાર માની રહી છે. ઉપરોકત વસ્તુઓના સેવનથી નવી પેઢી સહિત જન-સમુદાય પર વિપરીત અસર થઈ રહી છે. સ્વચ્છતા અભિયાન માટે પણ આ વસ્તુઓનો ઉપયોગ વર્જ્ય ગણવામાં આવી રહ્યો છે. પાન- તમાકુ ખાઈને ગમે ત્યારે જાહેર રસ્તાઓ પર થૂંકનારા- પિચકારીઓ મારનારા લોકો સ્વચ્છતામાં નડતર રૂપ બને છે. તમાકુ અને સેવનને કારણે કેન્સર જેવા જીવલેણ રોગ થાય છે. વારંવાર અપીલો કરીને,સૂચનાઓ આપવા છતાં લોકો એનું પાલન કરતાં નથી. એટલે કાનૂન બનાવીને એને રોકવાનું વિચારવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રનું ગૃહ મંત્રાલય એ અંગે કામગીરી કરી રહ્યું છે. આગામી 3મે સુધીમાં એ અંગેની  ગાઈડ લાઈન લાગુ કરાશે એવી ઘોષણા કરવામાં આવી છે .