પાનકાર્ડ-આધારકાર્ડ લિન્ક કરવાની મર્યાદા ૩૦ જૂન સુધી લંબાવાઈ

નવી િદલ્હીઃ કેન્દ્ર સરકારે આધારે કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની સમય મર્યાદા ૩૦ જૂન સુધી લંબાવી છે અને લોકોને આ માટેનો સમય આપ્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી કરોડો લોકોને રાહત મળી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીસ (સીબીટીટી) એ ૩૦ જૂન, ૨૦૨૨ બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે ૧૦૦૦ રૂપિયાની લેટ ફી વસૂલી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આવકવેરા કાયદા, ૧૯૬૧, મુજબ, તમામ પાન ધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૩ હતી જે હવે ૩૦ જૂન, ૨૦૨૩ કરવામાં આવી છે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિ થઇ જશે, તેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી આપવામાં આવશે નહી. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો કયાંય પણ ડોકયુમેન્ટ તરીકે ઉપયોગ કરો છો તો ભારે દંડ પણ થઇ શકે છે. આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ ૨૭૨ બી હેઠળ તમને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છ