પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની સુરક્ષા કેન્દ્ર સરકારે પાછી ખેંચી લીધી

0
875

 

ભારતની કેન્દ્ર સરકારે ગુજરાતના બહુચર્ચિત પાટીદાર નેતા અને પાટીદારો માટે અનામત મેળવવા આંદોલન કરનારા યુવાન હાર્દિક પટેલને એમના સંરક્ષણ માટે આપવામાં આવેલી વાય શ્રેણીની સુરક્ષા પાછી ખેંચી લીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સુરક્ષા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયગાળા પૂરતી જ હતી. ત્યારે હાર્દિકની સલામતી માટે આઠ કમાન્ડો હાજર રહેતા હતા. હવેથી એ સલામતી કવચ વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય લોવામાં આવ્યો છે એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.