પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર- આજથી પાણીનો  પણ ત્યાગ કર્યો છે.

0
865

પાટીદારો માટે અનામત આંદોલન કરનારા અગ્રણી હાર્દિક પટેલ પોતાની માગણીઓનો સ્વીકાર કરાવવા માટે આમરણાંત ઉપવાસ કરી રહયા છે. એમની હાલત બગડી રહી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. એમનું એક કિલો વજન ઉતરી ગયું છે. એમના ઘરની બહાર  સખત પોલીસ બંદોબસ્ત રખાયો છે. અમદાવાદની સોલો સિવિલના તબીબોએ એમની મેડિકલ તપાસ કર્યા પછી એના રિપોર્ટ આપ્યા નથી, હાર્દિકના સમર્થકો તેની તબિયત વધુ ના કથળે એ બાબત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે .

હાર્દિકે જાહેર કર્યું છે કે, સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ જયાં સુધી પોતાની માગણીઓ નહિ સ્વીકારવામાં આવે ત્યાં સુધી પોતે ઉપવાસ છોડશે નહિ. તેમણે જણાવ્યું હતું કે, જો પોલીસ તેમને જબરદસ્તી કરીને હોસ્પિટલમાં લઈ જશે તો પણ તેઓ સારવાર લેશે નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here