પાચનતંત્રને મજબૂત રાખો, તો ઇમ્યૂનિટી વધશે

 

લંડન: પોતાના પેટ એટલે કે પાચન-તંત્રને ઠીક રાખવું બીમારીઓથી બચવા માટે સર્વોત્તમ રીત પૈકી એક છે. તેના માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવાની જ‚ર છે. બ્રિટનની ઇમ્યૂનોલોજિસ્ટ ડો. જેના મૈકિઓચી અનુસાર, સ્વસ્થ શરીર માટે સંતુલિત ઇમ્યૂનિટી મહત્ત્વની છે. મૂળે, ઇમ્યૂનિટી વધારવાથી શરીરમાં બળતરા (ઇન્ફલમેશન) થવાનું જોખમ વધી જાય છે. તેનાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે. બાદમાં તે સાંધાનો દુખાવો, કેન્સર, હૃદય સહિત અનેક પ્રકારની બીમારીઓનું કારણ બને છે. તેનાથી બચવા માટે પાચનતંત્રને મજબૂત રાખવાની જ‚ર છે. પાચનતંત્રને સંતુલિત કરવાની સારી રીત આહાર અને આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓની દેખભાળ છે. ડો. જેના કહે છે કે આહારમાં પાંદડાવાળાં શાકભાજીની સાથે દાળોનું સંતુલિત સેવન અને ફળ-ફૂલને સામેલ કરીને પાચનતંત્રને સા‚ં રાખી શકાય છે. ઇમ્યૂન સિસ્ટમમાં ગરબડના કારણે જ બીમારીઓ ઘર કરી જાય છે. ડો. જેની કહે છે કે ઇમ્યૂન સિસ્ટમ શરીરની કોશિકાઓ અને કોશિકા સમૂહોની સાથે જ અન્ય અણુઓથી બનેલી છે. તેને ફૂટબોલ ટીમના ખેલાડીઓના ઉદાહરણથી સમજી શકાય છે. ઇમ્યૂન સિસ્ટમમાં કોઈ એક હિસ્સો પણ યોગ્ય રીતે કામ નથી કરતો તો તે સોજો, થાક અને ત્વચા પર કરચલીઓના ‚પમાં જોવા મળે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here