પાક વડાપ્રધાન ઈમરાન ખાનની રાજકીય પાર્ટીના ઉમેદવાર આરિફ અલ્વીની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જીત

0
752

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની રાજકીય પાર્ટી તહેરિક- એ.- ઈન્સાફના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહેલા આરિફ અલ્વી વિજય  મેળવીને પાકિસ્તાનના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે વિરાજમાન થઈ રહયા છે. કુલ ત્રણ ઉમેદવારોએ રાષ્ટ્પતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આરિફ અલ્વી સિવાય મુતહિદા મજલિસ-એ -અમલ નામક રાજકીય પક્ષના અધ્યક્ષ ફજલુર રહેમાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વરિષ્ઠ નેતા એતજાજ અહેમદ પણ રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી રહયા હતા. 69 વરસના આરિફ અલ્વી ડેન્ટિસ્ટ છે. ચૂંટણી બેલેટ પેપરનો ઉપયોગ કરીને કરાવવામાં આવી હતી. ચૂંટણીમાં  વિજયી બન્યા બાદ આરિફે ઈમરાન ખાનનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું માત્ર મારા રાજકીય પક્ષનો જ નહિ, પરંતુ તમામ દેશનો અને તમામ રાજકીય પક્ષોનો રાષ્ટ્રપતિ છું. મારા પર બધાનો એકસરખો હક છે. આરિફ અલ્વી આગામી 9મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિપદના શપથ લેશે.