પાક.ના ગ્વાદરમાં મોહમ્મદ અલી જીન્નાની પ્રતિમા બોમ્બ હુમલાથી નાશ પામી

 

કરાચીઃ પાકિસ્તાનના ગ્વાદરમાં મોહમ્મદ અલી જીન્નાની પ્રતિમા બોમ્બ હુમલામાં નાશ પામી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી છે. તમને જણાવી દઈએ કે આ શહેર પાકિસ્તાન તેમજ ચીન માટે મહત્ત્વનું ગણવામાં છે. 

જીન્નાની પ્રતિમા આ વર્ષની શરૂઆતમાં મરીન ડ્રાઈવ પર સ્થાપિત કરવામાં આવી હતી, જે સલામત ઝોન માનવામાં આવે છે. ડોને સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પ્રતિમાની નીચે વિસ્ફોટક ઉપકરણ મૂકીને તેને ઉડાવી દેવામાં આવી હતી. સમાચાર અનુસાર, વિસ્ફોટમાં પ્રતિમા સંપૂર્ણપણે નાશ પામી હતી. બીબીસી ઉર્દૂ સમાચાર અનુસાર, પ્રતિબંધિત સંગઠન બલોચ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બબગર બલોચે ટ્વીટર પર વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે. બીબીસી ઉર્દૂએ ગ્વાદરના ડેપ્યુટી કમિશનર મેજર (નિવૃત્ત) અબ્દુલ કબીર ખાનને ટાંકીને કહ્યું કે આ મામલાની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે વિસ્ફોટકો લગાવીને જેમણે જીન્નાની પ્રતિમાને તોડી નાખી હતી તેઓ પ્રવાસીઓ તરીકે આ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. તેમના કહેવા મુજબ, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ એક-બે દિવસમાં પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે, અમે તમામ ખૂણાઓથી તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી લેવામાં આવશે. જીન્ના ૧૯૧૩થી ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાનની સ્થાપના સુધી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા હતા. આ પછી, ૧૯૪૮માં તેમના મૃત્યુ સુધી તેઓ પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ હતા. 

પૂર્વ મેજર અબ્દુલ કબીર ખાને કહ્યું હતું કે, બધા વિદ્રોહી પ્રવાસીઓ તરીકે ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને વિસ્ફોટકે લગાવી જીન્નાની પ્રતિમા નાશ કરી છે. તેમના પ્રમાણે હજી સુધી કોઈની ધરપકડ થઇ નથી. તેમણે કહ્યું કે કેસ બધાને સાફ છે અને જલ્દીથી દોષીઓને પકડવામાં આવશે. સૌથી પહેલા વર્ષ ૨૦૧૩માં, બલૂચ વિદ્રોહીઓએ જીયારતમાં ૧૨૧ વર્ષ પુરાણી ઇમારત વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટના કારણે આ બિલ્ડિંગમાં ભીષણ આગ ચાર કલાક સુધી ચાલતી રહી હતી. બાદમાં તે રાષ્ટ્રીય સ્મારક જાહેર થયું હતું.