પાક.થી ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ 

 

મોરબીઃ ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી ૨૧ હજાર કરોડના ડ્રગ્સ ઝડપાયા બાદ દ્વારકા અને હવે મોરબીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. ચોંકાવનારી વાત એ છે કે દ્વારકાની જેમ પકડાયેલા ડ્રગ્સના તાર પણ પાકિસ્તાન સાથે જોડાયેલા છે. છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કમર કસી છે. ગૃહમંત્રીના આદેશના પગલે રાજ્યની પોલીસ પણ સતર્ક બની છે. અને વધુ એકવાર રાજ્યની ખ્વ્લ્એ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ATS  સોમવારે સવારે મોરબીના ઝીંઝુડામાંથી ૧૨૦ કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આ ડ્રગ્સની બજાર કિંમત રૂપિયા ૫૦૦થી ૬૦૦ કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા જથ્થાને સીઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓ શમસુદ્દીન, ગુલામ હુસૈન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર ATS અને મોરબી SOG એક સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. નવલખી પોર્ટ પાસે ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે બંને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૧૨૦ કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. પોલીસ સૂત્રો અનુસાર આ ડ્રગ્સ પાકિસ્તાનથી સપ્લાય થયું છે. પોલીસે ડ્રગ્સ પકડ્યું તેની માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટરના માધ્યમથી આપી હતી. 

ગૃહમંત્રીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને લખ્યું હતું કે, ગુજરાત પોલીસે વધુ એક સફળતા હાંસલ કરી છે. ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે આગેવાની લઈ રહી છે. ગુજરાત  ૧૨૦ કિલો ડ્રગ્સ પકડ્યું છે. ડીજીઓ ગુજરાત ટૂંક સમયમાં આ અંગે વિસ્તૃત માહિતી પત્રકાર પરિષદમાં આપશે તેવો ઉલ્લેખ ગૃહમંત્રીએ ટ્વીટર પર કર્યો હતો. આ અગાઉ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને સલાયામાંથી ૩૧૫ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. દેવભૂમિનો દરિયાકાંઠો ડ્રગ્સના સપ્લાયર્સ માટે સોફ્ટ ટાર્ગેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જળસીમા નજીક આ દરિયાઈ પટ્ટી ઉપર ૨૨ નિર્જન ટાપુઓ છે. બેટ દ્વારકા તીર્થધામ હોવાથી અહીં પ્રવાસીઓની અવરજવર વધુ રહે છે, તેથી સરળતાથી ડ્રગ્સ ઘુસાડી શકાય છે. આ ઉપરાંત ભેદર, મનમરોલી, દબદબો, પગાર, કાળુભાર, ડની, સોહનીવાળ જેવા ૨૨ ટાપુ પ્રતિબંધિત છે. અહીં મંજૂરી વગર પ્રવાસી જઈ શકતા નથી. આ ટાપુઓ પાકિસ્તાનની જળસીમા નજીક છે તેથી તેનો ડ્રગ્સના સપ્લાય માટે દુરુપયોગ થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ટાપુઓ પર પેટ્રોલિંગ થતું નહીં હોવાથી ડ્રગ્સ સપ્લાયર્સ સરળતાથી ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here