પાક ક્રિકેટર શાહિદ આફરીદીના આતંકવાદીઓ માટે હમદર્દી પ્રગટ કરતા નિવેદનને વખોડી કાઢતા ભારતીય ક્રિકેટરો

0
738

  કાશ્મીરમાં તાજેતરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતું નિવેદન કરનારા  પાક ક્રિકેટર શાહિદ આફરીદીની ભારતરત્ન સચિન તેંડુલકરે સખત ઝાટકણી કાઢી હતી.સચિને જણાવ્યું હતું કે, અમારી પાસે દેશનો વહીવટ ચલાવવા માટે યોગ્ય વ્યક્તિઓ મૌજૂદ છે. કોઈ બહારની વ્યક્તિએ અમને સલાહ આપવાની જરૂર નથી કે અમારે શું કરવું જોઈએ.

આફરીદીના નિવેદનની ક્રિકેટર ગૌતમ ગંભીરે તીખા પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. જાણીતા ભારતીય ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ ( આફરીદી) કોણ છે ? આપણે કેટલાક લોકોની વાત પર  બિલકુલ ધ્યાન ન આપવું જોઈએ.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ કહ્યું હતું કે, હું હંમેશા દેશના હિતને જ પ્રાથમિકતા આપું છું. જે મારા દેશના હિતમાં ન હોય તેવી કોઈ પણ બાબતનું હું સમર્થન કરતો નથી.