પાકિસ્તાન હજી પણ  આતંકવાદીઓને છાવરી રહ્યું છે…

0
851

ત્રાસવાદી સંગઠનો સામે કાર્યવાહી કરવા અંગે પાકિસકતાન વિશ્વનો અનેકવાર છેતરી ચૂકયું છે. આ વખતે પણ યુનો દ્વારા મસૂદ અઝહરને ગલોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સરકારે ત્રાસવાદી સંગઠન જૈશ- એ- મોહમ્મદ અને મસૂદ અઝહર સામે પગલાં લેવાની જાહેરાત કરી હતી, પણ એ અંગે કશું નક્કર કરવામાં આવ્યું નથી. પાકિસ્તાનની સરકાર હંમેશની જેમજ દુનિયાની આંખમાં ધૂળ નાંખવાનું કામ કરી રહી છે. બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર- સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની સરકારે જૈશ-એ- મોહમ્મદના 44 આતંકવાદીઓને પકડયા હોવાની જાહેરાત કરી હતી પણ તેમની સામે શું પગલાં ભરવામાં આવ્યા તે  બાબત પાકિસ્તાનની સરકાર મૌન છે. માત્ર મસૂદ અઝહર જ નહિ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવામાં આવેલા હાફિઝ સઈદનો પણ કશો પત્તો નથી. તે અનેક દિવસોથી જાહેરમાં દેખાયો નથી . માનવામાં આવી રહ્યું છેકે, પાકિસ્તાને જ આ બન્નેને ભૂગર્ભમાં ધકેલી દીધા છે, પણ હવે જો પાકિસ્તાન દુનિયાને છેતરવાનો પ્રયાસ કરશે તો એના આકરા પરિણામો એને ભોગવવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here