
મંગળવારે આયોજિત કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાૈજરીમાં જ કેટલાક પ્રધાનોએ એવો અભિપ્રય વ્યક્ત કર્યો હતોકે, હાલ પુલવામા આતંકી હુમલાને કારણે ભારતની પ્રજામાં રોષ- આક્રોશ ચરમ સીમાએ છે. ભારતના લોકો ઈચ્છે છે કે ભારતની સરકાર જલ્દીમાં જલ્દી પાક સામે સખત કાર્યવાહી કરે. પાકિસ્તાનને સબક શીખવાડે. લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારવો જોઈએ. જો સરકાર ત્વારાથી કોઈ પગલું નહિ લે તો ચૂંટણીમાં ભાજપે સહન કરવું પડશે. સરકાર પર પ્રજાનો વિશ્વાસ ડગમગી જશે. ભાજપના પ્રધાનોએ જણાવ્યું હતું કે, હાલ તો કોંગ્રેસ સહિત બધા વિરોધપક્ષો ચૂપ બેઠા છે. પરંતુ ચૂંટણી નજીક આવશે એટલે તેઓ ભાજપ સરકાર પર દોષારોપણ કરવાનું ચાલુ કરી દેશે. વિપક્ષો કહેશે કે, આટલા મોટા પ્રમાણમાં આરડીએક્સ જેવા વિસ્ફોટકો આતંકવાદીઓ સુધી કઈ રીતે પહોંચ્યા…
પ્રધાનમંડળની બેઠકમાં બધાપ્રધાનોએ એક અવાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરીમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને, પાકિસ્તાન સામે કયાપ્રકારના પગલાં લેવા તેનો નિર્ણય તેમના પર છોડ્યો હતો.