પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાનને ઝાટકો, સહયોગી MQMએ વિરોધ પક્ષ સાથે કરી સમજૂતી

 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને ફ્લોર ટેસ્ટ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં ઈમરાન ખાનની સરકારની સહયોગી પાર્ટી MQMએ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા વિપક્ષી પાર્ટીઓ સાથે સમાધાન કરી લીધું છે. PPP પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટ્વીટ કર્યું હતું કે, સંયુક્ત વિપક્ષ અને MQM વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. રાબતા કમિટી MQM અને PPP સીઈસી સમજૂતીની પૃષ્ટિ આપશે. ત્યારબાદ આવતીકાલે પત્રકાર પરિષદ યોજીને તેઓ મીડિયાને વધુ માહિતી આપશે. વિપક્ષે ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આ અંગે ૩૧મી માર્ચથી ચર્ચા થવાની છે, પરંતુ આ પહેલા પ્મ્પ્ અને ભ્ભ્ભ્ વચ્ચે સમજૂતી બાદ ઈમરાન ખાન સરકારે બહુમતી ગુમાવી દીધી છે. પાકિસ્તાન એસેમ્બલીમાં ૩૪૨ સભ્યો છે. બહુમતી માટે ૧૭૨ સભ્યો હોવા જરૂરી છે. પ્મ્પ્એ ઈમરાન ખાનનું સમર્થન છોડ્યા બાદ વિપક્ષ પાસે ૧૭૭ સભ્યોનું સમર્થન રહેશે. જ્યારે ઈમરાન ખાનને ૧૬૪ સભ્યોનું સમર્થન હશે. વિપક્ષને ઈમરાન ખાનની સરકારને તોડવા માટે માત્ર ૧૭૨ સભ્યોની જરૂર છે જે હવે શક્ય જણાઈ રહ્યું છે. બીજી તરફ ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, કેટલાક લોકો વિદેશી ફંડની મદદથી પાકિસ્તાનમાં તેમની સરકારને તોડી પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈમરાન સરકારના મંત્રી અસદ ઉમરે દાવો કર્યો છે કે, પીએમ ઈમરાન પાકિસ્તાનના ચીફ જસ્ટિસને આ પત્ર બતાવવા માટે તૈયાર છે. ઈમરાન ખાનની પાર્ટીમાં લગભગ ૨ ડઝન સાંસદો બળવાખોર છે. આ સિવાય સરકારમાં સહયોગી પક્ષો MQMP, PMLQ અને જમ્હૂરી વતન પક્ષોએ પણ એક બાદ એક સાથ છોડવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલા જમ્હૂરી વતન પાર્ટીના નેતા શાહજૈન બુગતીએ ઈમરાન કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ સાથે જ તેમણે ઈમરાન વિરૂદ્ધ વિપક્ષને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ MQMPએ પણ વિપક્ષ સાથે સમાધાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here