પાકિસ્તાન માં ચર્ચાનું કેન્દ્ર બનેલાં લગ્નઃ મુસ્લિમ યુવતીએ નિકાહ સમયે પોતાના શૌહર(પતિ) પાસેથી મહેરમા એક લાખ રૂપિયાના પુસ્તકો માગ્યા..

Reuters

સામાન્ય રીતે મુસ્લિમ યુવતી લગ્ન સમયે પતિ પાસેથી મહેરમાં સોના- ચાંદીના દાગીના ઘરેણાં કે રોકડા પૈસાની માગણી કરતી હોય છે. મહેર મહિલાની માલિકીનું ગણાય છે. આ મહેરની રોકડ રકમ કે દાગીના પર મહિલાના સાસરિયાનો કોઈ અધિકાર રહેતો નથી. માત્ર મહેર માગનારી મહિલા જ પોતાના પતિ તરફથી તેને મળેલી મહેરનો તેની ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકે છે. 

  તાજેતરમાં પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, એક પાકિસ્તાની યુવતી નાયલા શુમાલ સાફીએ તેમના પતિ પાસેથી મહેર તરીકે (મહેર હક્કના અંતર્ગત)  એક લાખ રૂપિયાના પુસ્તકો માગ્યા હતા. આ પાકિસ્તાની યુવતીએ  પખ્તૂનવાં પ્રાંતના મરદાનની રહેવાસી છે. નાયલા પોતે લેખિકા છે. તેમના લગ્ન લેખક અને ડોકટર સજ્જાદ જોનદૂ સાખે થયાં છે. ઉપરોકત મહિલા નાયલાએ એક વિડિયા સંદેશ પ્રસારિત કર્યો છે, જેમાં એ સ્પષ્ટપણે કહે છેકે, તેણે પતિ પાસેથી નકદ રકમને બદલે પુસ્તકો કેમ માગ્યા છે. પાકિસ્તાનમાં ચાલી આવી રહેલી મહેરની કુપ્રથાનો તોડવા માટે તે સમાજને એક સંદેશ આપવા માગે છે. સજ્જાદે પખ્તુનિસ્તાનમાં પોતાની પીએચ. ડી પૂરી કરી છે, જયારે નાયલા હાલમાં પોતાની પીએચડી માટે પેપર તૈયાર કરી રહ્યા છે. ફક્તુનખ્વામાં છોકરીવાળાઓ છોકરા વાળા પાસેથી મહેરમાં મોટી રકમની માગણી કરતા હોય છે. મહેર તરીકે 10 થી 20 લાખ રૂપિયા માગવાની પ્રથા ચાલી રહી છે. આ પ્રથાને અટકાવવા માટે નાયલાએ મહેરમાં પુસ્તકો માગવાની પહેલ કરી હતી. તેને એવું લાગે છેકે, મહેરની કુપ્રથા નાબૂદ થવી જોઈએ. મુસ્લિમ કાયદા મુજબ, મહેર એ એક પ્રકારની મિલકત છે. જે લગ્ન સમયે પતિ તરફથી પત્નીને અપાતી રકમ કે મિલકત. પત્ની પ્રત્યેના આદરને લઈને મહેર આપવાની જવાબદારી કાયદાએ  પતિ ઉપર નાખી છે