પાકિસ્તાન ભારત સાથે કાયમ માટે શાંતિ ઈચ્છે છે

 

ઈસ્લામાબાદ: હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક ડેલિગેશન સાથે વાતચીત દરમિયાન પાકિસ્તાન પ્રધાનમંત્રી શરીફે કહ્યુ હતુ કે, પાકિસ્તાન વાતચીતના માધ્યમથી ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છે છે. કારણકે યુદ્ધ બેમાંથી એક પણ દેશ માટે કાશ્મીર મુદ્દો હલ કરવા માટેનો વિકલ્પ નથી. શરીફે કહ્યુ હતુ કે, ભારતીય ઉપખંડ વિસ્તારમાં સ્થાયી શાંતિ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તા પ્રમાણે કાશ્મીરના સમાધાન સાથે જોડાયેલી છે. અમે વાતચીત થકી ભારત સાથે શાંત ઈચ્છીએ છે. શરીફે દાવો કર્યો હતો કે, પાકિસ્તાન આક્રમક દેશ નથી પણ અમારા પરમાણુ હથિયારો અને અમારી સેના સંરક્ષણ માટે છે. વિદ્યાર્થીઓને શરીફે કહ્યુ હતુ કે, ઈસ્લામાબાદ તેમજ નવી દિલ્હીમાં વેપાર, ઈકોનોમી અને પોતાના લોકોનુ જીવન ધોરણ સુધારવા માટે સ્પર્ધા હોવી જોઈએ. પાકિસ્તાનની આઝાદીના પણ ૭૫ વર્ષ પૂરા થયા છે. પાકિસ્તાન ૧૯૬૦ના દાયકામાં એશિયાનુ ઈકોનોમિક ટાઈગર બનશે તેવી આગાહી થતી હતી પણ ૨૦૨૨માં પાકિસ્તાન આર્થિક સંકટમાં ફસાયુ છે.