પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન મોદીના પત્રનો પ્રત્યુત્તર આપી ને શુભકામના વ્યક્ત કરી…

 

     પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનને પત્ર લખીને શુભકામના પાઠવી હતી. એ પત્રને્ જવાબ ઈમરાન ખાને આપ્યો હતો. ઈમરાન ખાને ભારત સહિત બધા દેશો સાથે શાંતિ સ્થાપિત કરવાની વાત કરી હતી. પત્રમાં તેણે કાશ્મીર સમસ્યાના મુદા્નો પણ ઉલ્લેખ કરી લીધો હતો. એ સાખે ઈમરાન ખાને ભારતના લોકોને કોરોના મહામારી સામે લડાતા જંગમાં સફલ બનવાની કામના વ્યક્ત કરી હતી. પત્રમાં ઈમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકો ભારત સહિત તમામ પાડોશી દેશોની સાથે શાંતિ અને સહયોગની અપેક્ષા રાખે છે. અમને વિશ્વાસ છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન બધા મુદા્ ઉકેલી લેશે. જમ્મુ- કાશ્મીર વિવાદનું પણ નિરાકરણ કરવામાં આવશે.