
.
પાકિસ્તાને 30 વરસ બાદ ફરી પોતાનવી જૂની ચાલબાજી ફરી શરૂ કરી છે. સલામતીસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન બહુ મોટી સંખ્યામાં તાલિબાન સાથે જોડાયેલા અફઘાનીએ અને પખ્તુનોને પીઓકે્ વિસ્તારમાં એકઠા કરીને ભારતમાં ધુસાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન પાકિસ્તાની આતંકવાદીઓને અફઘાની પાસપોર્ટ આપીને ભારતમાં ઘુસણખોરી કરાવી રહ્યું છે્. પાકિસ્તાન અફઘાની આતંકીઓને ઘુસાડવાની આખી યોજના બનાવી રહ્યું છે. તેણે ચાર અફઘાની આતંકીઓને પાકિસ્તાનનો પાસપોર્ટ આપી ભારતમાં ધુસાડી દીધા હોવાની પણ માહિતી આધારભૂત સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી. પાકિસ્તાન હવે નિમ્ન કક્ષાની કામગીરી કરીને ભારતને પરેશાન કરવાનો પ્રયાસો કરવા માંડ્યું છે.