પાકિસ્તાને શરમને નેવેમૂકી છેઃ પીઓકેમાં ફરીથી શરૂ કર્યા ત્રાસવાદી કેમ્પઃ ખતરનાક આતંકીઓને અપાતી તાલીમ

0
815

બાલાકોટ એરસ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોવા છતાં પાકિસ્તાન એની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. જમ્મુ- કાશ્મીરમાંથી 370 કલમ હટાયા બાદ હચમચી ગયેલા પાકિસ્તાને એલઓસીની નજીક મુવેબલ આતંકી ટ્રેનિંગ કેમ્પ બનાવ્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેનિંગ કેમ્પમાં જમાત- એ- ઈસ્લામી જૈશ- એ મોહમ્મદ,લશ્કરે- એ તોયબા, તેમજ હિજાબુલ મુજાહિદી્નના ખૂંખાર આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી છે.આ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાની યોજના બની રહી છે. આતંકવાદીઓને તાલીમ આપવાના આ તાલીમ કેમ્પ ઓગસ્ટ મહિનામાં જ શરૂ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, લીપા, કાલૂ અને કાચારબનમાં લોન્ચિંગ પોડ પર આશરે 220 જેટલા આતંકવાદીઓ એકઠા થયા હોવાનો અંદાજ છે. આમાંથી પીઓકેના લોન્ચિંગ પેડ પર 100થી વધુ આતંકવાદીઓ હાજર હોવાનું જાણવા મળ્યું હતું.