પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ માટે એરસ્પેસ ખોલવાનો ઈન્કાર કર્યો …

0
799

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે. એ માટે એરસ્પેસ ખોલવાની ભારત સરકારે પાકિસ્તાન પાસે માગણી કરી હતી. પાકિસ્તાનના વિદેશપ્રધાન કુરૈશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પીએમ મોદી માટે એરસ્પેસ નહિ ખોલે. અમે ભારતના હાઈ કમિશનને જણાવી દીધું છે. 

    આ મહિનાની શરૂઆતમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાની પાકિસ્તાને ના પાડી દીધી હતી. પાકિસ્તાનના આવા વર્તન માટે ભારત સરકારે નારાજગી વ્યક્ત કરી હતી.