પાકિસ્તાને ફરી એકવાર બાલાકોટમાં આતંકી કેમ્પોને સક્રિય કર્યા છેઃ લશ્કરના વડા જનરલ બિપિન રાવતનો ખુલાસો

0
563

પાકિસ્તાને ફરી એકવાર પોતાની આતંકવાદી કામગીરીને સક્રિય બનાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. લશકરના વડા જનરલ બિપિન રાવતે એ અંગે ખુલાસો કર્યો હતો. જનરલ બિપિન રાવતે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ફરથી બાલાકોટ સ્થિત આતંકવાદી કેમ્પને સક્રિય કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આતંકી કેમ્પોમાં આતંકીઓને તૈયાર કરીને આસરે 500 જેટલા આતંકવાદીઓને ભારતમાં ધુસણખોરી કરાવવા માગે છે. જનરલ બિપિન રાવતે ચેન્નઈ ખાતે અધિકારી પ્રશિક્ષણ અકાદમીમાં પત્રકારો સાથે વાત કરતાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું. 
લશ્કરના વડાને પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું પાકિસ્તાને પીઓકેમાં નવા આતંકી કેમ્પ સક્રિય કર્યા છે ??
     આ સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને બાલાકોટ ખાતે ફરી આતંકીઓને તાલીમ આપવાના કેમ્પોની કામગીરી ગતિશીલ બનાવી દીધી છે. ભારતે એર- સ્ટ્રઈક કર્યાબાદ નષ્ટ થયેલા બાલાકોટ કેમ્પ- સ્થળને ફરીથી કાર્યશીલ બનાવવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે. ભારતીય વાયુસેનાએ એર- સ્ટ્રઈકથી જેશ- એ- મહમ્મદના ત્રાસવાદી કેમ્પોને તબાહ કરી દીધા હતા. ત્યાં હવે ફરીથી ત્રાસવાદી કામગીરીના સંચારની માહિતી પ્રપ્ત થઈ હતી.