પાકિસ્તાને એના ભારત ખાતેના હાઈકમિશ્નર સુહેલ મહંમદને પરત બોલાવ્યા – રાજદૂતને હેરાનગતિ થતી હોવાનો પાયાવિહોણો આક્ષેપ

0
725

પાકિસ્તાન ભારતના વિકાસ અને ભારતની વિશ્વના તખ્તા પર પ્રગટતી ઉજ્જવલ ઈમેજથી હંમેશા દિગ્મૂઢ બની જતું હોય છે. જગતના રાજકીય મંચ પર ભારતને મળતું માન-સન્માન અને પ્રતિષ્ઠાની પાકના રાજકીય નેતાઓને સતત ઈર્ષા આવે છે, એટલે આંતરરાષ્ટ્રીય રાજકીય ક્ષેત્રમાં ભારતની છાપ બગડે એવાં ગતકડાં એ વારંવાર કર્યા કરતું હોય છે. તાજેતરમાં પ્રાપ્ત અહેવાલ અનુસાર, પાકે ભારત ખાતેના એના હાઈકમિશ્નર સુહેલ મહંમદને પાકિસ્તાન પાછા બોલાવી લીધા છે. પાકનો આક્ષેપ છે કે ભારત ખાતેના તેના રાજદૂત પરિવારને તેમજ કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે.પણ હકીકત તો વિપરીત છે. ઈસ્લામાબાદ સ્થિત ભારતીય રાજદૂતને પાકિસ્તાની ડિપ્લોમેટસ તરફથી વિવિધ પ્રકારની હેરાનગતિઓનો સામનો કરવો પડે છે. છેલ્લા એક વરસમાં આ પરિસ્થતિ વધારે વણસી છે. જો કે ભારતીય વિદેશ મંત્ર્યાલય દ્વારા આ બાબત કશું કહેવામાં આવ્યું નથી.