પાકિસ્તાની સેનાએ પણ ઇમરાન ખાનનો સાથ છોડયો, સેના અને સરકાર વચ્ચે અણબનાવ

 

પાકિસાતનઃ પાકિસ્તાનની તહરીક એ ઇન્સાફ પાર્ટી (પીટીઆઇ)ને આશા હતી કે ઇમરાન ખાનની વિનંતી પર બાજવા સાથે પૂર્વ સેના પ્રમુખ રાહીલ શરીફની મુલાકાત દ્વારા કોઇ ઉકેલ મળી જશે, જે સરકારને બચાવશે, પરંતુ રાહીલ શરીફ પોતાના મિશનમાં નિષ્ફળ ગયા. એટલું જ નહી ઇમરાન ખાન ખુદ સેનાની શરણમાં પહોંચી ગયો હતો. સરકાર વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે ઇમરાન ખાને આર્મી ચીફ બાજવા સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થવાની આશા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ બેઠકમાં ઓઆઇસી સમિટ, બલૂચિસ્તાનમાં ચાલી રહેલી અશાંતિ અને ઇમરાન ખાન વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. પાકિસ્તાની મીડિયા ચેનલ કેપિટલ ટીવીએ અહેવાલ આપ્યો છે કે દેશની નાજુક રાજકીય પરિસ્થિતિ વચ્ચે, પીટીઆઇના મોટાભાગના નેતાઓ આ બેઠકના પરિણામ પર તેમની આશાઓ લગાવી રહ્યાં છે. માનવામાં આવે છે કે આ બેઠક પાછળ સરકારે બચાવવાનો વધુ પ્રયાસ હતો. ઇમરાન ખાન અને સેના વચ્ચે અણબનાવ સામે આવ્યો હતો. ત્યારબાદ ઇમરાને વિપક્ષી નેતાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવાની આર્મી ચીફ જનરલ બાજવાની સલાહને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે જનરલ બાજવાએ મને જેયુઆઇ-એફના નેતા મૌલાના ફઝલુર રહેમાનને ‘ડીઝલ’ ના કહેવાનું કહ્યું હતું. પરંતુ પાકિસ્તાનના લોકોએ તેમને ડીઝલ નામ આપ્યું છે.