પાકિસ્તાનમાં સૌ પ્રથમવાર હિંદુ મહિલા ચૂંટાઈને સંસદસભ્ય બની

0
967

 

પાકિસ્તાનમાં આવું પહેલીવાર બન્યું છે. 1947માં ભારત- પાકિસ્તાનના ભાગલા પડયા બાદ પાકિસ્તાનની સંસદમાં એક હિંદુ મહિલા સંસદસભ્ય બની છે. સિંધ પ્રાંતમાંથી થાર વિસ્તારની રહીશ કૃષ્ણાકુમારી કાેળીને  દલિત હિંદુ મહિલાને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી- પીપીપી દ્વારા પસંદ કરીને ઉમેદવાર બનાવવામાં આવી હતી. પીપીપીએ સિંધ પ્રાંતની અલ્પ સંખ્યક મતદારો માટે અનામત રાખવામાં આવેલી બેઠક માટે પસંદ કરવામાં આવી હતી. જેમાં તે મહિલા ચૂંટાઈ આવ્યાં હતાં. આ રીતે પાકિસ્તાનની સંસદમાં એક હિંદુ મહિલા સંસદસભ્ય બને – એ ઘટના પાકિસ્તાનના ઈતિહાસમાં નવાં સમીકરણો ઊભા કરશે.

 કૃષ્ણાકુમારીએ પોતાની કારકિર્દી માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ 16 વરસના હતા અને 9મા ધોરણમાં ભણતા હતાં ત્યારે લાલચંદ નામના શખ્સ સાથે તેમના લગ્ન થયાં હતા. લગ્ન બાદ પણ તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને સમાજશાસ્ત્રના વિષયમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી. કૃષ્ણાકુમારીએ પોતાના ભાઈ સાથે એક સામાજિક કાર્યકરની હેસિયતથી પીપલ્સ પાર્ટીમાં પ્રવેશ લીધો હતો. તેમણે ઉપેક્ષિત રહેલા દલિત વર્ગના ઉત્કર્ષ માટે કામ કર્યું હતું. કૃષ્ણાકુમારીના પિતા રૂપો કોળી એક સ્વાતંત્ર્ય સેનાની હતા