પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ : હિન્દુઓમાં રોષ, એકની ધરપકડ

 

કરાંચીઃ પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર બંધ થતાં નથી. ઈમરાન ખાનના ‘નવા પાકિસ્તાન’માં વારંવાર હિન્દુ મંદિરોને નિશાન બનાવાય છે. કરાંચીનાં નારાયણપુરાનાં નારાયણ મંદિરમાં ઘુસીને હુમલો કરતાં એક ટોળાંએ દેવીની મૂર્તિઓ તોડી નાખી હતી. છેલ્લા ૨૨ મહિનામાં હિન્દુ મંદિર પર હુમલાની આ નવમી ઘટના છે. હથોડી મારીને દેવી જોગમાયાની મૂર્તિ ખંડિત કરી નંખાઈ હતી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી ઈશનિંદાનો ગુનો નોંધ્યો છે. ભારતમાંથી ભાજપ નેતા મનજિંદરસિંહ સિરસાએ આ કૃત્યની ટીકા કરતાં કહ્યું હતું કે, પાક.માં લઘુમતી પર હિંસા, આતંકને ત્યાંની સરકારનું સમર્થન મળે છે. મંદિરમાં તોડફોડ બાદ ગુસ્સે ભરાયેલા હિન્દુઓએ પોલીસ મથકે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરતાં સુરક્ષાની માંગ કરી હતી.