પાકિસ્તાનમાં ભારત આતંકવાદ ફેલાવે છે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવીએ ફરી ઝેર ઓકયું

 

નવી દિલ્હીઃ ભારત  પર આરોપ લગાવતા પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલવીએ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનને અસ્થિર કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં લાહોરમાં આંતકી હાફિઝ સઈદના ઘરની પાસે જે બ્લાસ્ટ થયો હતો તે પણ ભારતે જ કરાવ્યો હતો.

અલવીએ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે. જેથી પાકિસ્તાનને અસ્થિર કરી શકાય. ભારત દ્વારા આતંકી સંગઠનોને પૈસા આપીને પાકિસ્તાનમાં અશાંતિ ફેલાવવામાં આવી રહી છે. ભારત સરકાર જોકે આ આરોપોને પહેલા પણ નકારી ચુકી છે. તાજેતરમાં આરિફ અલવીએ તુર્કીના સેના પ્રમુખ જનરલ ઉમિત ડુંડર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ અલવીએ ભારત સામે ઝેરીલા નિવેદન આપ્યા હતા અને કહ્યું હતું કે, ભારત અફઘાનિસ્તાન થકી પાક.માં આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ભારત આતંકીઓને ટ્રેઇન કરવા માટે પૈસા આપે છે. તેમણે તુર્કીને પાકિસ્તાનને મદદ કરવા માટે અપીલ પણ કરી હતી