પાકિસ્તાનમાં બોલીવુડની ફિલ્મ વીરે દી વેડિંગ ની રજૂઆત  પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો . ..

0
1023

પાકિસ્તાનના ફિલ્મ સેન્સર બોર્ડ   દ્વારા હિન્દી ફિલ્મ વીરે દી વેડિંગ ની રજૂઆત પર મનાઈ ફરમાવવામાં આવી છે. હવે આ ફિલ્મ પાકિ્સ્તાનમાં પ્રદર્શિત નહી કરવામાં આવે. કરીના કપુર, સોનમ કપુર, શિખા તલસાણિયા અભિનિત તેમજ શશાંક ઘોષ નિર્દેશિત આ ફિલમનું કન્ટેન્ટ – કથા- વિષય અશ્લીલ હોવાનું કહીને પાકિસ્તાનના ફિલ્મ સેન્સબોર્ડે કહ્યું હતું કે, આવી ફિલ્મો પાકિસ્તાનમાં રજૂ ન થઈ શકે. પાકિસ્તાનના અખબારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્માં બોલાતા સંવાદોની અશોભનીય ભાષા અને વાંધાજનક સેકસ વિષયક સંવાદોને કારણે આવો નિર્ણય લોવામાં આવ્યો હતો. ફિલ્મમાં ભૂમિકા ભજવનારી અભિનેત્રી કરીના કપુરના કહેવા પ્રમાણે, એ ફિલ્મનો વિષય અતિ પ્રગતિશીલ વિચારસરણીને પેશ કરે છે. મહિલાઓ વિષે સમાજમા માન્ય કરી ગયેલી કેટલીક રુઢિગત માન્યતાઓ અને વિચારસરણી સામે આ ફિલ્મમાં વિદ્રોહનો સ્વર પણ છે.