પાકિસ્તાનમાં ફરી રાજકીય ઉથલપાથલ શરૂઃ સેના તહેનાત

 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી કૂચને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના તહેનાત કરવાના નિર્દેશ આપ્યા છે. ઇમરાન ખાન પોતાના લાખો સમર્થકો સાથે ઇસ્લામાબાદ નજીક ડી-ચોક પહોંચ્યા હતા. ઈમરાન ધરણા પર બેસશે અને સરકાર પાસે ચૂંટણી કરાવવાની માંગણી કરશે. મરિયમે કહ્યું ભ્વ્ત્નાં કાર્યકર્તાઓ હિંસા ભડકાવી રહ્યા છે શાસક પક્ષના નેતા મરિયમ નવાઝે ઈમરાનની આઝાદી કૂચ પર નિશાન સાધ્યું છે. મરિયમે કહ્યું કે પૂર્વ પ્રધાનના કહેવા પર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (ભ્વ્ત્)ના કાર્યકર્તાઓ હિંસા ભડકાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. પરંતુ તેનું પાલન થઈ રહ્યું નથી. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ માંગ કરી રહી છે કે શાહબાઝ શરીફની ૧૩ પાર્ટીઓની ગઠબંધન સરકાર તાત્કાલિક રાજીનામું આપે. ઈમરાન ખાને અમેરિકા પર તેમની સરકારને પાડવાનો આરોપ લગાવ્યો હતો. શાહબાઝ શરીફ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ ચોરોએ દેશને કબજે કર્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here