પાકિસ્તાનમાં ગુરુદ્વારા નાનકાના સાહેબ પર પથ્થરમારોઃ ગુરુદ્વારાની અંદર ફસાયા છે શીખ શ્રધ્ધાળુઓ ..

0
1145

પાકિસ્તાનમાં આવેલા શીખ સમુદાયના સૌથી પવિત્ર સ્થાન ગુરુદેવ નાનકદેવજીના પવિત્ર જન્મસ્થાન નાનકાના સાહિબ ગુરુદ્વારા પર સેંકડો લોકોની એકઠી થયેલી ભીડેપથ્થરમારો કર્યો હતો. આ અનિષ્ટ તોફાની તત્વોએ તોડફોડ કરીને ગુરુદ્વારાને નુકસાન પહોંચાડ્યું હતું. નાનકાના સાહેબ ગુરુદ્વારામાં  રહેતા શીખો સાથે તેમણે મારપીટ પણ કરી હતી. શુક્રવારના 3 જાન્યુઆરીના દિવસે બપોરે આ ઘટના બની હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં ગુરુદ્વારાની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરિસ્થિતિ તણાવભરી છે. એક વાયરલ કરવામાં આવેલ વિડિ્યોમાં નાનકાના સાહિબમાં રહેતા શીખોને ભગાડી મૂકવાનું કહવામાં આવી રહ્યું છે. આ પવિત્ર સ્થળનું નામ બદવીને ગુલામ અલી મુસ્તફા કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ગુરુદ્વારાની આસપાસના વિસ્તારોમાં રહેનારા શીકો ડરના માર્યા ઘરમાં સંતાઈને બેઠા હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

 ભારતના વિદેશ મંત્રાલયે આ પવિત્ર અને ઐતિહાૈસિક ગુરુદ્વારા પર કરાયેલા હુમલાની અને પથ્થરમારાની આકરી ટીકા કરી હતી. ભારતે આકરા શબ્દોમાં પાકિસ્તાનના આવા અપકૃત્યની નિંદા કરી હતી. પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુરુદ્વારની સલામતી માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત તાત્કાલિક કરે. શીખ સમુદાય પર કરેલા હુમલા માટે તેમજ ગુરુદ્વારા પર કરવામાં આવેલા પથ્થરમારાની વિરુધ્ધ સખત પગલાં લેવામાં આવે. 

  નાનકાના સાહિબની પવિત્રતા અને એના મોભાને લેશ માત્ર આંચ ના આવવી જોઈએ. કોઈ પણ પ્રકારની ભાંગફોડ ન થવી જોઈએ. ત્યાં રહેનારા અલ્પસંખ્યક શીખ સમુદાયનાૈ લોકો પર કોઈ પણ પ્રકારનો હુમલો કે હિંસાનું કૃત્ય ન થવું જોઈએ. જે લોકોએ આ પવિત્ર સ્થાન પર મારામારી અને પથ્થરમારો કર્યો છે , તેલોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ.તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. 

   પંજાબના મુખ્યપ્઱ધાન અમરીંદર સિંઘે ટવીટ કરીને ઝમાવ્યું હતું૆ કે, હું પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરું છું કે, તેઓ નાનકાના સાહિબ ગુરુદ્વારાની અંદર ફસાયેલા શીખોને સહી- સલામત રીતે સુરક્ષિત સ્થળે મોકલવાની વ્યવસ્થા કરે . આવા પવિત્ર અને ઐતિહાસિક સ્થળપર હુમલો કરનારી ભીડથી ત્યાં૆ના શીખ સમુદાયને બચાવી લે, તેમના જીવનની રક્ષા કરે.