પાકિસ્તાનમાં અય્યારી ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ

0
890

 

નીરજ પાંડેની ફિલ્મ અય્યારી , જેમાં ભારતીય સૈન્ય અને જાસૂસી તંત્રનો વિષય રજૂ કરવામાં આવ્યો છે તેને પાકિસ્તાનના સેન્સર બોર્ડે પ્રતિબંધિત કરી છે. આપિલ્મ પાકિસ્તાનમાં રજૂ નહિ કરાય. આ અગાઉ પણ નીરજ પાંડે નિર્મિત ફિલ્મો બેબી અને નામ શબાના પર પણ પાકે પ્રતિબંધ મૂક્યો હતો. એ જ રીતે અક્ષયકુમારની ફિલ્મ પેડમેન પણ પાકિસ્તાનમાં રજૂ નહિ કરાય, પાક, સેન્સર બોર્ડના મતે, એ ફિલ્મનો વિષય પાકિસ્તાનની પ્રજાના જનજીવન અને સંસ્કૃતિ તેમજ ધર્મની દ્રષ્ટિએ અસ્વીકાર્ય છે. અચ્યારી ફિલ્માં મનોજ બાજપેયી, સિદ્ધાર્થ મલહોત્રા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તાજેતરમાં રજૂ થયેલી આ ફિલ્મને પ્રેક્ષકોનો સારો આવકાર મળી રહયો છે..