પાકિસ્તાનને સલાહ આપતા ભારતીય સેના પ્રમુખ જનરલ  બિપીન રાવત

0
820

ભારતના લશ્કરી વડા જનરલ બિપીન રાવતે  જણાવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરમાં ભારત નવી સેના દ્વારા કરાયેલા યુધ્ધ – વિરામની સમય મર્યાદા વધારી શકાય એવી  સંભાવના છે. પરંતુ આતંકવાદીઓની કશી પણ હિલચાલ થાય તો એ અંગે ગંભીરતાથી વિચારવું પડશે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન જો શાંતિનું વાતાવરણ કાયમ  રહે એવી ઈચ્છા રાખતું હોય તો તેમે જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદીઓને ધુસાડવાનું બંધ કરવું જોઈએ. શ્રીનગરથી આશરે 95 કિમી દૂર પહેલગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, જો શાંતિની પરિસ્થિતિ હમેશા પ્રવર્તતી રહે એવી આશા પાકિસ્તાન રાખી રહ્યું હોય તો એ માટે એમણે કેટલાક પગલાં લેવા જોઈએ.  સૌ પ્રથમ તો પાકિસ્તાને આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાની કામગીરી બંધ કરવી જોઈએ. સંઘર્ષવિરામનું ઉલ્લંધન મોટેભાગે તો ઘુસણખોરીની પ્રવૃત્તિને મદદરૂપ બનવા માટે જ થતું હોય છે. પાકિસ્તાને હંમેશા સંઘર્ષ – વિરામનું ઉલ્લંઘન કર્યું છે. જેને કારણે જાન-માલનું નુકસાન થયું છે. પાકિસ્તાને આ વાત બરાબર સમજવી જોઈએ.