પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું લશ્કર સંપૂર્ણપણે તૈયાર છે..લશ્કર માત્ર લીલી ઝંડીની રાહ જોઈ રહ્યું છે…પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓનો ખાત્મો કરવા આપણું લશ્કર સજ્જ છે..એલઓસી પર મોટી કાર્યવાહીની ચહેલપહેલ ચાલી રહી છે…

0
950

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતનું લશ્કર ખડેપગે તૈયાર છે. એલઓસી પર તહેનાત જવાનો હુકમ થવાની રાહ જોઈ રહ્યા છે. રાજોરી, પુંચ, કોટલી, મીરપુર, કુરેટા વિસ્તારોમાં  મોટી તૈયારીની કાર્યવાહી ચાલી રહી છે. ભારતના સૈન્યની તૈયારીઓને કારણે પાકિસ્તાની સૈન્ય અને ત્યાં છુપાયેલા આતંકવાદીઓમાં ભય ફેલાયો છે. ભારતનું સૈન્યઆવખતે મોટી કાર્યવાહી કરવાની ગોઠવણ કરી રહ્યું છે. સર્જિકલ સ્ટ્રાઈક કરતા વધુ મોટું અને ભયજનક થવાનું છે એવાતથી પાકિસ્તાન સાબદુ થઈ ગયું છે. પાકિસ્તાનની સેનાએ ચીનની મદદથી એલઓસી પર કોંક્રીટના આશરે 30 જેટલા બન્કરો બનાવ્યા છે. પાકિસ્તાની લશ્કરે પોતાની પોસ્ટો (ચોકીઓ) પર સૈનિકની સંખ્યા વધારી દીધી છે. ભારતના સૈનિકોના તન-મનમાં ભારેલો -અગ્નિ છે, એ કઈ ક્ષણે જવાળામુખીનું રૂપ લઈ લેશેએનું કંઈ કહેવાય નહિ…