પાકિસ્તાનને ત્રાસવાદીઓનું સ્વર્ગ નહિ બનવા દેવાયઃ ભારતના  પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ઝાટકણી કાઢતા નિકી હેલી

0
380

 

યુએનઓ ખાતે અમેરિકાનું પ્રતિનિધિત્વ  કરતા નિકી હેલીએ ભારતમાં વિવિધ ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધી હતી. તેમણે પાકિસ્તાનની ટીકા કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે.  આતંકવાદીઓ માટે પાકિસ્તાન સ્વર્ગ બની ગયું છે. ભારત અને અમેરિકા- બન્ને દેશો વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ કરવા કટિબધ્ધ છે. તેમણે ભારતે ત્રાસવાદને ડામવા માટે શરૂ કરેલી ઝુંબેશ અને કાર્યવાહીની પ્રશંસા કરી હતી.