પાકિસ્તાનને જોરદાર આંચકો – એફ એ ટીએફ દ્વારા પાક ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું

0
1111

આંતરરાષ્ટ્રીય સંસ્થા- ફાયનાન્શિયલ ટાસ્ક ફોર્સ વિશ્વના અગ્રણી દેશોની સંસ્થા છે. જે આતંકવાદીઓને નાણાંકીય ફંડ પૂરું પાડવામાં સહાય કરનારા દેશોની પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખે છે . આ સંસ્થા આવા દેશોની એક યાદી – ગ્રે લિસ્ટ બનાવીને તેમની સાથેના વ્યાપારિક સંબંધો સામે લાલબત્તી ધરવાનું કાર્ય૟ કરે છે. તાજેતરમાં પેરિસ ખાતે આયોજિત બેઠકમાં મની લોન્ડ્રિંગ, આતંકવાદીઓને નાણાંકીય મદદ વગેરે કામગીરી કરનારા શંકાસ્પદ દેશોને જુદા તારવીને તેમનું લિસ્ટ તૈયાર થયું હતું.. પાક દ્વારા આતંકવાદને સમર્થન આપવા થતી ગતિવિધિ  હવે આખી દુનિયા જાણી ચૂક્યું છે. અમેરિકા, જર્મની, ફ્રાંસ અને બ્રિટને પાકને ગ્રે લિસ્ટમાં મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે ચીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પણ બહુમતી દેશોના સકારાત્મક વળણને કારણે આખરે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ  કરવામાં આવ્યું હતું.