પાકિસ્તાનને જડબાતોડ જવાબ અાપવા માટે ભારતીય આર્મીને તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે- ગૃહપ્રધાન રાજનાથ સિંહ

0
945
Reuters

ગત રવિવારે પટના ખાતે વકતવ્ય આપતાં ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, દેશને હિંદુ અને મુસ્લિમ વચ્ચે  વિભાજિત કરવો જોઈએ નહિ. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે, તે અશફાક ઉલ્લાહ ખાને પણ ભારતની સ્વતંત્રતા માટે જાનની કુરબાની આપી હતી. 1857ની ક્રાંતિના સેનાની વીર કુંવરસિંહની 160મી વિજય જયંતિની ઉજવણી કરવા પટનામાં આયોજિત એક ઉજવણી કાર્યક્રમમાં રાજનાથ સિંહે હાજરી આપી હતી.તેમણે વિશેષમાં કહ્યું હતું કે, ભારતની સેના પાક લશ્કરને જડબાતોડ જવાબ આપે છે. પાક આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. ભારતની સીમામાં ધુસણખોરી કરે છે. પાકિસ્તાન સામે મજબૂત હાથે કામ લેવા માટે કેન્દ્ર સરકારે સૈન્યને પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે.