પાકિસ્તાનની સરકાર આર્થિક સંકટથી ઝઝૂમી રહી છે : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાનું સરકારી નિવાસસ્થાન ભાડે આપવાનો નિર્ણય લીધો છે…

 પાકિસ્તાનની આર્થિક હાલત રોજ બદતર થઈ જાય છે. દેશમાં હજારો લોકો કામ- ધંધા વિનાના બેકાર – બેરોજગાર રખડી રહ્યા છે. દેશના નાગરિકોને જીવનની સામાન્ય જરૂરિયાતો પણ યોગ્ય રીતે પૂરી પાડવામાં નથી આવતી. દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. પાકિસ્તાન પર દેવાનો બોજ છે. દેશમાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. આવા માહોલમાં દેશના વડાપ્રધાન ઈમરાન ખાને તેમનું સત્તાવાર નિવાસસ્થાન ભાડે આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા  મળ્યું હતું. વડાપ્રધાનના નિવાસસ્થાનના પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, ફેશન ફેસ્ટિવલો, ફેશન શો, શૈક્ષણિક કાર્યક્રમો, સામાજિક ઈવેન્ટો – વગેરે યોજવામાં આવશે. જેના ભાડાથી સરકારને આવક થશે. વડાપ્રધાનના નિવાસસ્થાનના પરિસરમાં કાર્યક્રમો યોજાય એ દરમિયાન તમામ અનુશાસન અને આચારસંહિતાનું પાલન થાય એની દેખરેખ રાખવા માટે બે કમિટીઓનું પણ ગઠન કરવામાં આવ્યું છે.