પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 500 હિંદુઓને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવામાં આવ્યા!

0
1030

બળજબરીથી ધર્મ – પરિવર્તન કરાવીને 500 જેટલાં હિંદુઓને મુસ્લિમ બનાવવાના કાર્યક્રમનું આયોજન પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ પરવેઝ મુશરફની પાર્ટી  ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગનો હોદે્દારો દ્વારા કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં માતલી જિલ્લામાં 25મી માર્ચે આશરે 500 જેટલા હિંદુ લોકોને બળજબરી કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા. આ હિંદુઓમાં મોટેભાગે એવા લોકો સામેલ હતાકે જેમને ભારતમાં આશરો માગ્યો હતો પણ  લોન્ગ ટર્મ વિઝા ના મળવાને કારણે તેમણે ના છૂટકે પાકિસ્તાનમાં રહેવું પડ્યું હતું. આ અગાઉ પાંચ દિવસ પહેલાં જિનિવા ખાતે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનના સિંધમાં રહેનારા અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર અને જોર- જબરદસ્તીથી કરાવવામાં આવતા ધર્મ- પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.