પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમ્મદ કુરેશીએ કરતારપુર કોરિડોરના ઉધઘાટનમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કર્યા– 

0
1050

ગુરુ નાનકદેવજીની 550મી  જયંતીની ઉજવણી આખા વિશ્વમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. શીખ સમુદાયના અગ્રણીઓ એ માટે તૈયારીઓ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં કરતારપુર સાહેબ એ નાનકદેવજીનું જન્મસ્થળ છે. તેમની જયંતીની ઉજવણીના પ્રસંગે હજારો શીખ ભાવિકો કરતારપુર ગુરુદ્વારાની મુલાકાતે જઈ આ પવિત્ર સ્થળની અનુભૂતિ કરવા માગે છે. આથી બન્ને દેશોની સરકારની સંમતિથી પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા વ નાનકમંદિરની સાથે પાકિસ્તાનમાં કરતારપુર સ્થિત દરબાર સાહેબને જોડનો કરતારપુર કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. જેના ઉદઘાટનસમારંભમાં ખાસ અતિથિ તરીકે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનના વિદેશપ્રધાન સાહ મહંમદ કુરેશીના આ આમંત્રણનો મનમોહન સિંહ સ્વીકાર નહિ કરે તેવું કોંગ્રેસપક્ષના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.