
પાકિસ્તાનના વડાપ્રધાન હાલમાં અમેરિકાની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસવુમન શીલા જેકશન લી દ્વારા કેપિટોલ હિલમાં આયોજિત એક કાર્યક્રમમાં વકતવ્ય આપતાં ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠનો પ્રવૃત્તિ કરી રહ્યા હતા . પુલવામા હુમલા પાછળ જૈશ- એ મહમ્મદ નામનું આતંકી સંગઠન જવાબદાર હતુિં. જૈશ- એ. મોહમ્મદ પાકિસ્તાનમાં જ મોજૂદ છે, એટલું જ નહિ, કાશ્મીરમાં પણ એ કામગીરી કરી રહ્યું છે. એનો દોરીસંચાર કાશ્મીરમાંથી પણ થઈ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના આ નિવેદનથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, પુલવામા હુમલા માટે જૈશ- એ- મોહમ્મદ જવાબદાર હતું. પાકિસ્તાને હવે ખુલ્લેઆમ એ વાતનો સ્વીકાર કર્યો છે. આ આતંકી સંગઠનનો વડા મૌલાના મસુદ અઝહર છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય તખ્તા પર પાકિસ્તાન જૈશની હયાતીનો નકાર કરતું હતું. ઈમરાન ખાને કહ્યું હતું કે, આ એક એવો મામલો હતો જેને સ્થાનિક આતંકીઓે પણ અંજામ આપ્યો હતો. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિ કરી રહેલા તમામ સંગઠનોને ખતમ કરી દઈશું, કારણ કે તે પાકિસ્તાનના હિતમાં છે. અટલ બિહારી વાજપેયી અને મુશર્રફ જયારે સત્તા પર હતા ત્યારે બન્ને નેતાઓ કાશ્મીરનો મુદો્ ઉકેલવાની નિકટ હતા, પણ કમનસીબે એ શક્ય ન બન્યું. પાકિસ્તાનમાં 40 આતંકી સંગઠો સક્રિય હતા એ વિષે્ પાકિસ્તાનની અગાઉની સરકારોએ 15 વરસ સુધી આ માહિતી અમેરિકાની સરકારને આપી નહોતી. ઈમરાન ખાને કહ્યું હતું કે, અમે અમેરિકા સાથે મળીને આતંકવાદ વિરુધ્ધ લડાઈ લડી રહ્યા છીએ. 9-11 ની ઘટના સાથે પાકિસ્તાનને કશી લેવા-દેવા નથી. પાકિસ્તાનમાં કોઈ તાલિબાન નથી, પરંતુ અમે લડાઈમાં અમેરિકાને સાથ આપ્યો હતો. જયારે પરિસ્થિતિ વણસી ગઈ ત્યારે મેં અમેરિકાની આલોચના કરી હતી. પરંતુ પાકિસ્તાનની અગાઉની સરકારોએ વાસ્તવિક હકીકતોથી અમેરિકાને માહિતગાર કર્યું નહોતું.