પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની હેસિયત એક ચપરાસીથી વધારે નથી.

0
852

 

ભારતીય જનતા પક્ષના  વિચક્ષણ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એમના એક નિવેદનમાં ચોંકાવનારા વિધાનો કર્યા હતા. અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પાકિસ્તાનના વડાપ્રધાનની તુલના પટાવાળા સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આખું વિશ્વ એ વાત સારી રીતે જાણે છેકે, પાકિસ્તાનની  સરકાર કોણ ચલાવે છે.આતંકવાદીઓ, પાકિસ્તાનની સેનાના અફસરો તેમજ આઈએસઆઈ મળીને દેશની સરકાર ચલાવે છે. સ્વામીએ વધુમાં જણાવ્યું હતુંકે, હાલના તબક્કે પાકિસ્તાનસાથે મંત્રણા કરવાની કોઈ જરૂર નથી. ભારતે પાકિસ્તાન સાથે વાતચીત કરીને સમય બરબાદ ન કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here