પાકિસ્તાનના મોટાભાગના હિન્દુ મંદિરો જર્જરિત અવસ્થામાં

 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતિ હિન્દુ સમાજના મોટા ભાગના પવિત્ર ધાર્મિક સ્થળો કંગાળ હાલતમાં છે અને તેમની જાળવણી માટે જવાબદાર સત્તાવાળાઓ તેમની સાચવણીમાં નિષ્ફળ ગયા છે, પરિણામે આ પ્રાચીન પૂજાસ્થળો જર્જરિત અવસ્થામાં આવી ગયા છે એમ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક પંચે તાજેતરમાં આપેલા અહેવાલમાં જણાવ્યું છે.

આ અહેવાલ, કે જે એક વ્યક્તિના પંચ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે પાંચ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવ્યો હતો અને તે દેશના હિન્દુ સમુદાયના મોટા ભાગના ધાર્મિક સ્થળોનું એક દયાજનક ચિત્ર રજૂ કરે છે એમ ‘ધ ડોન’ સમાચાર પત્રે અહેવાલ આપ્યો હતો. આ હેવાલ એ બાબત પર પ્રકાશ ફેંકે છે કે આ સ્થળોની જાળવણી માટે જે જવાબદાર છે તે ઇવેક્યુઇ ટ્રસ્ટ પોપર્ટી બોર્ડ (ઇટીપીબી) લઘુમતિ સમુદાયના મોટા ભાગના પ્રાચીન સ્થળોની સાચવણી કરવામાં નિષ્ફળ ગયું છે. ડો. શોએબ સુદલે પંચની સ્થાપના પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી જેણે આ અહેવાલ આપ્યો છે. આ પંચ એક વ્યક્તિનું પંચ છે પરંતુ તેમાં ત્રણ સપોર્ટીંગ સભ્યો પણ છે જેઓ ડો. રમેશ વાંકવાણી, શાકીબ જીલાની તથા પાકિસ્તાનના એટર્ની જનરલ છે. આ પંચના સભ્યોએ ચાકવાલમાં આવેલ કટાસરાજ મંદિરની મુલાકાત ૬ જાન્યુઆરીએ લીધી હતી અને પંજાબ પ્રાંતના મુલતાનમાં આવેલ પ્રહલાદ મંદિરની મુલાકાત ૭ જાન્યુઆરીએ લીધી હતી. આ પંચે અહેવાલ આપ્યો હતો કે વિવિધ મંદિરોના જીર્ણોદ્ધાર માટે પ્રયાસો કરવાની જરૂર છે