

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ લંડનથી વિમાનમાર્ગે લાહોર પહોંચ્યા હતા. ત્યાં લાહોરની ધરતી પર પગ મૂકતાની સાથે જ એ બન્ને જણાની ધરપકડ કરવામાં આવી હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. નવાઝ શરીફની ધરપકડ સમયે તમામ લાહોરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોતાની ધરપકડ અગાઉ નવાઝ શરીફે ટ્વીટર પર વિડિયો દ્વારા આમ જનતાને શાંતિ જાળવવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન હાલમાં એક મહત્વના સમયકાળમાંથી પસાર થઈ રહ્યો છે. મને ખબર છેકે હું લંડનથી પાકિસ્તાનમાં આવીશ કે તરત જ તેઓ મને જેલમાં ધકેલી દેશે, પણ તેઓ પોતાના વતનમાં પાછા આવવા માગે છે માટે તેમણે આપગલું ભર્યું છે.