પાકિસ્તાનના ફઝર ઝમાનનો ફાસ્ટેસ્ટ 1000 રનનો વર્લ્ડ રેકોર્ડ

પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને પોતાનું શાનદાર ફોર્મ જારી રાખતાં વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. 28 વર્ષના ઝમાને માત્ર 18 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. ઝમાને વિવિયન રિચાર્ડ્સના 38 વર્ષ જૂના રેકોર્ડને પણ તોડ્યો છે. રિચાર્ડ્સે 1980માં ઇંગ્લેન્ડ સામે 21 ઇનિંગ્સમાં 1000 રન કર્યા હતા. ઝમાને રવિવારે ઝિમ્બાબ્વે સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી છે. (ફોટોસૌજન્યઃ ન્યુઝહેડ્સ)