પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને શાહ મહમૂદ કુરૈશીને ૧૦ વર્ષની જેલની સજા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એપ્રિલ ૨૦૨૨માં ઇમરાન ખાનની સરકારના પડયા બાદ, ઇમરાને દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેની સરકારને પાડવાનું કાવતરું ઘડયું હતું. આ ષડયંત્ર વિશે તેમને અમેરિકામાં તત્કાલિન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઇફર કહેવામાં આવે છે. આ સાઇફર અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઇમરાન ખાન ગયા વર્ષ ઘણી ચુંટણી રેલીઓમાં આ પત્રને જાહેર કર્યો હતો. ઇમરાને દાવો કર્યો હતો કે અમેરિકાના ઇશારે તેની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદાકીય રીતેઆ પત્ર નેશનલ સિક્રેટ હોય છે, જે જાહેર સથળો પર બતાવી શકાતો નથી. પીટીઆઇના નેતા અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના નજીકના સાથી શાહ મહમૂદ કુરૈશીને સાઇફર કેસમાં ઓફિશિયલ સિક્રે એકટ હેઠળ ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કેસની સુનાવણી કરતી વખતે વિશેષ અદાલતના ન્યાયાધીશ અબદુલ હસનત ઝુલકરનૈનેએ આજે આ નિર્ણય સંભળાવ્યો છે. ઇમરાન ખાન રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે અને ત્યાં આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટના આ નિર્ણયને ઇમરાન ખાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જેઓ હજુ ચૂંટણી લડવાનું સપનું જોઇ રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ૧૦ વર્ષની જેલની સજા બાદ બંને માટે ચુંટણી લડવાનો રસ્તો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here