પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું અવસાન

 

પેશાવર: પરવેઝ મુશર્રફના સામે આવેલા છેલ્લા વીડિયોમાં જોવા મળ્યું હતું કે તેઓ ચાલી શકતા નથી. તેઓ સંપૂર્ણપણે વ્હીલ ચેર પર હતા અને ખોરાક પણ ખાઇ શકતા ન હતા. પરવેઝ મુશર્રફ એ વ્યકિત છે જેને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારની સજા પેશાવર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતવાળી વિશેષ અદાલતની ત્રણ સભ્યોની બેન્ચે સંભળાવી હતી. પરવેઝ મુશર્રફનો જન્મ ૧૧ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. ૧૯૪૭માં તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યુ. ભાગલાના થોડા દિવસ પહેલા જ તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો હતો. તેમના પિતા સઇદે નવી પાકિસ્તાન સરકાર માટે કામ કરવાનું શ‚ કર્યુ અને વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા હતા. આ પછી તેમના પિતાની પાકિસ્તાનથી તુર્કીમાં બદલી થઇ ગઇ, ૧૯૪૯માં તેઓ તુર્કી ગયા. થોડા સમય માટે તે તેમના પરિવાર સાથે તુકીમાં રહ્યાં હતા, જયારે તેમણે તુર્કી બોલતા પણ શીખ્યા હતા. મુશર્રફ પણ યુવાનીમાં રમતવીર રહી ચૂકયા છે. ૧૯૫૭માં તેમનો આખો પરિવાર ફરીથી પાકિસ્તાન પરત ફર્યો. તેમણે કરાચીની સેન્ટ પેટ્રીક સ્કૂલમાં અને લાહોરની ફોરમેન ક્રિશ્ર્ચિયન કોલેજમાં સ્કૂલનો અભ્યાસ કર્યો. પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર ૨૦૧૩માં ૩ નવેમ્બર ૨૦૦૭ના રોજ પાકિસ્તાનમાં કટોકટી લાદવા અને ડિસેમ્બર ૨૦૦૭ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુશર્રફને ૩૧ માર્ચ ૨૦૧૪ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ૭૯ વર્ષીય મુશર્રફે ૧૯૯૯થી ૨૦૦૮સુધી પાકિસ્તાન પર શાસન કર્યુ હતું.