ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિદ્ધ ખ્વ્ખ્ની કલમો હેઠળ એફઆઈઆર દાખલ થઈ છે. તેમના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો અને ન્યાયપાલિકાને પોતાનું કામ કરતી રોકવાનો આરોપ લાગ્યો છે. આ અગાઉ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે સરકાર, એક રેલીને સંબોધન દરમિયાન રાજ્યની સંસ્થાઓને ધમકી આપવા અને ભડકાઉ નિવેદનો આપવા બદલ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિદ્ધ કેસ દાખલ કરવાનું વિચારી રહી છે. એક જનસભાને સંબોધિત કરતા પોતાના સહયોગી શાહબાજ ગિલ સાથે થયેલા વ્યવહારને લઈને ટોચના પોલીસ અધિકારીઓ, એક મહિલા મેજિસ્ટ્રેટ, પાકિસ્તાનના ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ વિદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. સનાઉલ્લાહે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પ્રમુખનું ભાષણ સેના અને અન્ય સંસ્થાઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિનો સિલસિલો છે. કાયદા મંત્રીએ કહ્યું કે આ બધુ સતત થઈ રહ્યું છે. વધુમાંંસનાઉલ્લાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે તેમના હાલના ભાષણ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ મામલે થોડા દિવસમાં અંતિમ નિર્ણય લેતા પહેલા તેઓ સોલિસિટર જનરલ અને કાયદા મંત્રાલય સાથે ચર્ચા કરી રહ્યા છે. પાકિસ્તાનમાં મીડિયા પર નિગરાણી રાખનારી સંસ્થાએ પણ તમામ ઉપગ્રહ ટેલિવિઝન ચેનલો દ્વારા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ભાષણોના સીધા પ્રસારણ પર તત્કાળ પ્રભાવથી રોક લગાવી છે.