પાકિસ્તાનથી ભાગીને આવેલા શીખ શરણાર્થી પરિવારો તાત્કાલિક ભારતની નાગરિકતા માટે માગણી કરી રહ્યા છે….

0
1275

 

    પાકિસ્તાનથી ત્રાસીને   ભારત ભાગી આવેલા શીખ શરણાર્થીઓ પોતાને તાત્કાલિક ભારતની નાગરિકતા આપવામાં આવે એવી માગણી કરી રહ્યા છે.શરણાર્થી  પરિવારોના યુવક- યુવતીઓ ભારતના લશકર અને અર્ધ લશ્કરી દળમાં પણ પોતાની સેવાઓ આપવા ઉત્સુક છે. તેઓ ભારતની બોર્ડર પર ચોકીદારીનું કામ કરવા માટે પણ તૈયાર છે. તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે, તેમને ભારતમાં અન્ય રાજ્યોમાં જવાની અને વસવાટ કરવાની પરવાનગી મળવી જોઈએ. તો દેશના બીજા વિસ્તારોમાં આવન- જાવન કરવા માટેની પરવાનગી પણ માગી રહ્યા છે. રોજી-રોટી, શિક્ષણ, અને તંદુરસ્ત સુખી જીવન માટે અન્યત્ર જવા- આવવાનો કે સ્થાયી થવાનો અધિકાર તેમને પણ મળવો જોઈએ. 

     ભારતની કેન્દ્ર સરકારે બનાવેલા નવા કાનૂન અંતર્ગત, નાગરિકતા મેળવવાનો સૌથી પ્રથમ દાવો આ શીખ સમુદાય દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં પાકિસ્તાનમાં થતા જુલ્મ-સિતમ અને અન્યાયથી ત્રાસીને , હારીને ભાગીને ભારત આવેલા આશરે 160 જેટલા શરણાર્થી પરિવારો નાગરિકતા મેળવવાની આશા સાથે દિલ્હીમાં દિવસે ગુજારી રહ્યા છે.જેમાં આશરે 60 પરિવારો તો એવા છે કે, જેઓ 2 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરીની વચ્ચેના સમયગાળામાં નવી દિલ્હી આવી ગયા છે. પાકિસ્તાનથી આવેલા આ શરણાર્થીઓ હવે ભારતની નાગરિકતા મેળવીને શાંતિપૂર્ણ અને ખુશહાલ જિંદગી જીવવાના સપના જોઈ રહ્યા છે આ  શરણાર્થી પરિવારોમાં કેટલાક પરિવારો વ્યાવસાયિક સ્તરે કુશળ છે, તો પોતાની વ્યાવસાયિક કુશળતા- નિપુણતાના બળે પોતાનો જીવન નિર્વાહ ચલાવવામાં પણ સક્ષમ છે.તેઓ સ્વભાવે સાહસિક છે. દિલ્હીની શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી આ શરણાર્થીઓની માગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે સૂત્રધારનું કામ કરી રહ્યા છે. પાકિસ્તાનથી ભારત આવેલા શીખ શરણાર્થી પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ઉપાડી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here